Sunday, September 8, 2024
HomeGujaratવાંકાનેરમાં પાંચ માસ પહેલા લગ્ન કરનાર નવોઢાનો આપઘાતનો પ્રયાસ

વાંકાનેરમાં પાંચ માસ પહેલા લગ્ન કરનાર નવોઢાનો આપઘાતનો પ્રયાસ

મોરબી : વાંકાનેરમાં પાંચ માસ પહેલા લગ્ન કરનાર નવોઢાનો આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવતા આ બનાવનું કારણ જાણવા ડીવાયએસપીએ તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેર સીટી પોલીસ મથકમાં દાખલ થયેલ જાણવા જોગ નોંધની વિગત મુજબ હંસાબેન સંદીપભાઇ દેત્રોજા (ઉ.વ..૨૦ રહે વાંકાનેર નવાપરા તા-વાંકાનેર) વાળીએ ગઈકાલે આપઘાતનો પ્રયાસ કરેલ છે. વધુમાં જાણવા મળેલ વિગતો મુજબ આ પરિણીતાએ ગઈકાલે પોતાના ઘરે કોઇ પણ કારણોસર ફિનાઇલ પી જતા તેના સસરા નટુભાઇએ તેણીને વકાનેરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી હતી. તેણીનો લગ્ન ગાળો ૫ માસ નો છે. તેને સંતાન નથી. લગ્ન ગાળો ટૂંકો હોય જેથી વાંકાનેર પોલીસના એએસઆઈ એન.એસ.લાવડીયા દ્વારા આ બનાવની પ્રાથમિક તપાસ કરી વધુ તપાસ ડીવાયએસપી અતુલકુમાર દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!