Wednesday, November 6, 2024
HomeGujaratસીરામીક કારખાનાનાં લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ ૯ વર્ષનાં બાળકનો આપઘાત

સીરામીક કારખાનાનાં લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ ૯ વર્ષનાં બાળકનો આપઘાત

પ્રાપ્ત વિગતો અનુસાર મુળ ઝારખંડનાં સિંઘબુમ જીલ્લાનાં વતની અને જસમતગઢ ગામની સીમમાં પાવડીયારી કેનાલ પાસે એલોક્ષી સીરામીકમાં લેબર ક્વાર્ટર નં. ૨૪માં રહેતા પાતોરભાઈ પાંડુભાઈ સાવૈયાનાં પુત્ર સિકુર (ઉ.વ.૦૯)એ ગત તા.૮નાં રોજ સિમેન્ટની બારીની ગ્રીલ સાથે કોઈ કારણોસર કપડાથી ગળેફાંસો ખાઈ લેતા તેનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે. બાળકનાં મૃતદેહને પીએમ અર્થે મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરનાં ડોક્ટરે એક્સપર્ટ ડોક્ટર પાસે પીએમ કરાવવા અભિપ્રાય આપતા બાળકનાં મૃતદેહને રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જતા પેનલ ડોક્ટરે લાશનું પીએમ કર્યું હતું અને બાળકનું મોત ગળેફાંસો ખાઈ જવાથી થયું હોવાનું શોર્ટ કોઝ ઓફ ડેથમાં જણાવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!