Tuesday, November 26, 2024
HomeGujaratમોરબીમાં પ્રતિદિન ૨૦૦૦ રેમડેસિવિર ઈંજેક્શનો ફાળવવા ધારાસભ્ય બ્રિજેશ મેરજાની નાયબ મુખ્યમંત્રીને રજૂઆત

મોરબીમાં પ્રતિદિન ૨૦૦૦ રેમડેસિવિર ઈંજેક્શનો ફાળવવા ધારાસભ્ય બ્રિજેશ મેરજાની નાયબ મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી-માળીયા (મી.) ના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મોરબીની હાલની કોરોના સ્થિતિ અંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય ખાતું સંભાળતા નિતિનભાઈ પટેલ સાથે વાત કરીને મોરબીના કોરોના દર્દીઓની જરૂરિયાત સંતોષવા માટે પ્રતિદિન ૨૦૦૦ રેમડેસિવિર ઈંજેકશનો ફાળવવા માંગણી કરી છે. સાથોસાથ તેમને જિલ્લાના પ્રભારી મંત્રી સૌરભભાઈ પેલ, સાંસદ મોહનભાઈ કુંડારિયા, સાંસદ વિનોદભાઈ ચાવડા, અગ્ર સચિવ, આરોગ્ય વિભાગ, આરોગ્ય કમિશ્નર, પ્રભારી સચિવ મનીષા ચાંદ્રા, કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી સહિત કોર ગ્રુપ સમક્ષ જુદી-જુદી માંગણીઓ જેવી કે,

- Advertisement -
- Advertisement -

મોરબીમાં સિવિલ હોસ્પીટલ ઉપરાંત કોવિડની માન્યતા આપેલી અન્ય હોસ્પિટલોમાં પણ દર્દીઓનો વ્યાપક ધસારો રહે છે. હાલની બેડની સુવિધા અપૂરતી છે. તેમાં વધારો કરવો ખૂબ જરૂરી છે. જેથી, મોરબીના દર્દીઓને રાજકોટ, જામનગર કે અન્યત્ર જવું ન પડે.

મોરબીમાં દાતાઓ ઉદાર હાથે સખાવત કરીને વહીવટી તંત્રના સહયોગમાં રેપિડ ટેસ્ટ કીટ, વેક્સિનના કેમ્પો, ઓકિસજન અને વેન્ટીલેટરની સુવિધાઓ વધારી રહ્યા છે. પણ આ સુવિધા માટે પર્યાપ્ત મેડિકલ સ્ટાફ અપૂરતો હોય, વેન્ટીલેટરની સુવિધાનો દર્દીઓને પૂરતો લાભ મળતો નથી. જેથી, વેન્ટીલેટર નિષ્ણાંત ડોકટરોનો સ્ટાફ વધારવો જરૂરી છે.

મોરબીમાં જુદા-જુદા સમાજની તેમજ અનેક N.G.0. અને ઉધ્યોગકારોએ કોરોના કેર સેન્ટરની સુવિધા મોટા પ્રમાણમાં વિકસાવી છે. જેમાં અમુક જગ્યાએ ઓક્સિજન સુવિધાવાળી બેડ પણ ઊભી કરાયેલ છે. જેમાં એમ.ડી. કક્ષાના તજજ્ઞ ડોકટરોની સેવાઓ પણ મેળવાઈ રહી છે. આવા કોરોના કેર સેન્ટર ધરાવતા સંચાલકોની માંગણી છે કે તેમને એમ.ડી, તજજ્ઞના પ્રિક્રિશન ઉપર રેમડેસિવિર ઇંજેકશનનો જથ્થો સેન્ટર ઉપર જ વહીવટી તંત્ર દ્વારા મળે તો વધુ સારું કામ થઈ શકે. અંદાજે આવા કોરોના કેર સેન્ટર માટે 500 જેટલા રેમડેસિવિર ઇંજેકશનની માંગણી આવતી હોય છે, જે સંતોષવી ખૂબ જરૂરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!