મોરબી શહેરમાં હાલ કોરોના સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે ત્યારે દર્દીઓને સમયસર સારવાર મળી રહે અને તુરંત જ હોસ્પિટલ પહોંચાડી શકાય તે માટે કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા પોતાની પાસે રહેલ એમ્બ્યુલન્સ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને યુવા આર્મી ગ્રુપને લોકોની વિના મુલ્યે સેવા અર્થે થોડા સમય માટે સેવામાં આપેલ છે. આ એમ્બ્યુલન્સના માધ્યમથી મોરબીની આસપાસ કોઈ પણ ગરીબ માણસ જેને ઘરે થી હોસ્પિટલ અથવા એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ જવું હશે તો તેને ફ્રી માં પોહચાડી આપવામાં આવશે. હાલમાં આ સેવા ફક્ત મોરબી જીલ્લા માટે જ કાર્યરત રહેશે.
વધુમાં જણાવ્યું છે કે આવનાર સમયમાં કોરોનાની પરિસ્થિતિ કાબુમાં આવી જશે એટલે આપડે આ એમ્બ્યુલન્સ પાછી બીમાર અને ઘાયલ પશુ-પક્ષી માટે ઉપયોગમાં લેવામાં આવશે. હાલમાં પશુ-પક્ષી માટે વૈકલ્પિક સુવિધા સાથે કામગીરી શરૂ રાખવામાં આવશે.