બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મનસુખભાઈ ખોડાભાઈ કામરિયા (ઉ.વ.૫૮, રહે. રવાપર રોડ, સ્વાગત વાડી સામે, સત્યમ એપાર્ટમેન્ટ બ્લોક નં. ૪૦૨, મોરબી)ની નવલખી રોડ, યમુનાનગરમાં આવેલ બાંધકામ સાઈટ ખાતે કોઈ અજાણ્યા ચોર ઇસમે સિમેન્ટની થેલી નંગ-૪૦ (કિં.રૂ.૧૨,૦૦૦/-) ની મતાની ચોરી કરી લઈ ગયો હોવાની ફરિયાદ મોરબી બી ડીવીઝન પોલીસમાં નોંધાવી હોય જે મામલે મોરબી જીલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરા તથા ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ પીઆઈ વી. એ. પટેલની સુચનાથી પીએસઆઈ આર. બી. ટાપરિયા, ડી. એચ. બાવળિયા, અને બી. આર. ખટાણા સહિતની ટીમને બાતમી મળેલ કે ચોરી કરનાર ત્રણ ઇસમોએ ચોરી કરેલ સિમેન્ટની થેલીઓ પોત પોતાના રહેણાંક મકાનમાં રાખેલ હોવાની બાતમીના આધારે પોલીસે તપાસ કરતા આરોપીઓ કાનજીભાઈ ઉર્ફે કાનો ગોવિંદભાઈ ચાવડા(ઉ.વ.૩૩) , પંકજભાઈ ધીરુભાઈ ચાવડા(ઉ.વ.૨૬) અને સવાભાઇ ઉર્ફે બાબભાઈ પરબતભાઈ ડાંગર(ઉ.વ.૫૯) રહે બધા યમુનાનગર વાળાને પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી સિમેન્ટની થેલી નંગ-૪૦ (કિં.રૂ.૧૨,૦૦૦/-) રિક્વર કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કામગીરીમાં પીએસઆઈ આર. બી. ટાપરીયા, અ.પો.કો. રમેશભાઈ મિયાત્રા, દેવસીભાઈ મોરી, ઋતુરાજસિંહ જાડેજા, ભગીરથભાઈ લોખીલ, શક્તિસિંહ જાડેજા અને રમેશભાઈ મુંધવા સહિતનો સ્ટાફ રોકાયેલો હતો.