મોરબીમાં કોરોનાનાં વધતા સંક્રમણને પગલે રાત્રી કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા પણ કોવિડ ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવી રહ્યું છે ત્યારે ગઈકાલે મોરબી જીલ્લામાં રાત્રી કર્ફ્યુ અને કોવિડ ગાઈડલાઈન્સનો ભંગ કરનારા ૩૨ જેટલા લોકો વિરુદ્ધ પોલીસે કડક કાર્યવાહી કરી હતી જેમાં મોરબીમાં ગઈકાલે રાત્રે ફર્ફ્યુમાં ચાની દુકાન ખુલ્લી રાખનાર દુકાનદાર, કફર્યુમાં ચાલીને કે વાહન લઈને લટાર મારવા કે પેસેન્જરની હેરાફેરી કરતા રીક્ષાચાલક, બાઈકચાલક સહિત ૪ લોકો, નિયમ કરતા વધુ મુસાફરોની હેરાફેરી કરી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરનાર ૪ રીક્ષાચાલકો, માસ્ક વગર જાહેરમાં નીકળેલા બાઈકચાલક સહિત ૪ લોકો, વાંકાનેરમાં માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરનાર ૨ માલવાહક બોલેરોના ચાલકો, વધુ ભીડ એકત્ર કરી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરનાર પાથરણાવાળો, જાહેરમાં માસ્ક વગર નીકળેલો ૧, ટંકારામાં નિયમ કરતા વધુ મુસાફરોની હેરાફેરી કરી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરનાર ૩ રીક્ષાચાલકો, ૧ કારચાલક, હળવદમાં દુકાને માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવ્યા વગર ધંધો કરતા ૨ દુકાનદારો, માળીયા (મી.)માં નિયમ કરતા વધુ મુસાફરોની હેરાફેરી કરી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરનાર ૨ રીક્ષાચાલકો, તેમજ માળીયાના અલગ અલગ વિસ્તારોમાંથી લોખંડનો પાઇપ, લાકડાનો ધોકો, તલવાર અને ધારીયું લઈને નીકળેલા હથિયારબંંધીનો ભંગ કરનારા ૪ શખ્સો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી હતી.