મોરબી જિલ્લામાં કોરોનાનાં વધતા સંક્રમણને પગલે રાત્રી કફર્યુ લાગુ કરવામાં આવ્યું છે ત્યારે પોલીસ દ્વારા રાત્રી કફર્યુ અને કોરોના ગાઈડલાઈનની ચુસ્ત અમલવારી કરાવવામાં આવી રહી છે ત્યારે ગઈકાલે મોરબીમાં રાત્રી કફર્યુ અને કોરોના ગાઈડલાઈનનો ભંગ કરનારા ૩૪ જેટલા લોકો વિરુદ્ધ પોલીસે કડક કાર્યવાહી કરી હતી જેમાં પોલીસે મોરબીમાં ગઈકાલે રાત્રી કર્ફ્યુ દરમ્યાન આટાફેરા કરતા ૪ લોકો તેમજ ગાંઠિયાની લારી ખુલ્લી રાખનાર આ ૨ લારીઓનાં માલિકો, નિયમ કરતા વધુ પેસેન્જરો રિક્ષામાં બેસાડી અવરજવર કરી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરનાર ૪ રીક્ષાચાલકો, માસ્ક વગર જાહેરમાં નીકળેલા ૫ લોકો, માસ્ક વગર કેરીનો વેપાર કરતા વેપારી, વાંકાનેરમાં માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ તેમજ કોરોના રિપોર્ટ સાથે નહિ રાખનાર શેરડીના ચિચોડાના માલિક, ફરસાણના દુકાનદાર, પાન-માવાની દુકાન અને ૧ હોટલના માલિક, તેમજ માળીયા (મી.)માં નિયમ કરતા વધુ પેસેન્જરો રિક્ષામાં બેસાડી અવરજવર કરી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરનાર ૩ રીક્ષાચાલકો, હળવદમાં માસ્ક વગર નીકળેલા એક ઉપરાંત ટંકારાના નિયમ કરતા વધુ પેસેન્જરો રિક્ષામાં બેસાડી અવરજવર કરી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરનાર ૨ રીક્ષાચાલકો, ૧ ઇકો કારચાલક અને દુકાનદાર સામે નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવી હતી.