મોરબી જિલ્લામાં વધતા કોરોના સંક્રમણને ટાળવા માટે રાત્રી કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યું છે ત્યારે પોલીસ દ્વારા આ રાત્રી કર્ફ્યુ અને કોવિડ ગાઈડલાઈન્સની ચુસ્ત અમલવારી કરાવવામાં આવી રહી ત્યારે ગઈકાલે મોરબી જિલ્લામાં ૩૩ જેટલા લોકો વિરુદ્ધ રાત્રી કર્ફ્યુ અને કોવિડ ગાઈડલાઈન્સનાં ભંગ બદલ કડક કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં માળીયા મિયાણામાં ૧ સીએનજી રીક્ષા ચાલક વિરુદ્ધ, શાકભાજી દુકાને માસ્ક વગર બેસેલા ૨ વેપારી સામે, મોરબી તાલુકા પોલીસે ૧ સીએનજી રીક્ષા ચાલક સામે, મોરબી સીટી એ.ડીવી. માસ્ક વગરના ૬, કર્ફ્યૂભંગ બદલ ૨, બી ડીવી. પોલીસે માસ્ક વગરના ૧, ૪ સીએનજી રીક્ષાચાલક, કરફ્યૂભંગ બદલ ૫ સામે જ્યારે વાંકાનેર સીટી પોલીસે માસ્ક વિનાના ૧ દુકાનદાર, ફ્રુટની લારીએ માસ્ક વગર ૧, ચા- લચ્છીની લારીએ માસ્ક વગરના ૩ ધંધાર્થીઓ સામે તથા વાંકાનેર તાલુકા પોલીસે માસ્ક વગર ૩ દુકાનદાર સામે, ટંકારા પોલીસે વધુ પેસેન્જર ભરેલી ૨ કારચાલક સામે અને ૧ રીક્ષા ચાલક વિરુદ્ધ નિયમ મુજબ વિવિધ કલમો હેઠળ કેસ કરી કડક કાર્યવાહી કરવામાં આવી હતી.