મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક એસ.આર.ઓડેદરાએ એલસીબી પીઆઈ વી.બી.જાડેજાને જુગારની પ્રવૃતિ પર અંકુશ લાવવા અંગે જરૂરી સૂચના આપતા એલ.સી.બી.સ્ટાફના માણસો આ કામગીરી માટે પ્રયત્નશિલ હતા દરમ્યાન એલ.સી.બી.ના પો.હેડ.કોન્સ. પૃથ્વીરાજસિંહ જાડેજાને મળેલ હકીકત આધારે હળવદ તાલુકાના રાતાભેર ગામની સીમમાં ડુંગરપુર જવાના રસ્તે આરોપી રધુભાઇ તેજાભાઇ કોળીના વાડીના શેઢે જાહેરમાં અમુક માણસો ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી/રમાડતા હોય જે બાતમીના આધારે રેઇડ કરતાં સ્થળ પરથી આરોપીઓ રધુભાઇ તેજાભાઇ કુણપરા (ઉ.વ.૪૧), કાનજીભાઇ મુળજીભાઇ સેરસીયા (ઉ.વ.૫૩), સામતભાઇ શામજીભાઇ કુણપરા (ઉ.વ.૩૮), ભુપતભાઇ હેમુભાઇ મકવાણા (ઉ.વ.૪૦), જયંતીભાઇ પરસોતમભાઇ ખાવડીયા (ઉ.વ.૪૮) રહે. બધા રાતાભેર. તા.હળવદ, જી.મોરબી વાળાઓને રોકડ રૂપીયા ૫૧,૫૦૦/- તથા ગંજીપતાના પાના નંગ ૫૨ સાથે પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા કલમ હેઠળ હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.
આ કામગીરીમાં એલસીબી પીઆઈ વી.બી.જાડેજા, હેડ.કોન્સ. દિલીપભાઇ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, પુથ્વીસિંહ જાડેજા, એએસઆઈ રજીનીકાંતભાઇ કૈલા, પો.કોન્સ. વિક્રમભાઇ કુંગરસીયા, સતીષભાઇ કાંજીયા સહિતનાઓ રોકાયેલા હતા.