મોરબીમાં કોરોના સંક્રમણની ચેઇન તોડવાના ભાગરૂપે આજે તા.૨૮ને બુધવારથી ૫ મે સુધી રાજ્ય સરકારે આંશિક લોકડાઉનની જાહેરાત ગઈકાલે કરી હતી. જે અન્વયે આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની દુકાનો અને વેપારધંધા બંધ રાખવા આદેશ કરતું જાહેરનામું મોરબી જિલ્લા કલેકટર દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું જેને પગલે આજે જીલ્લા એસપી એસ. આર. ઓડેદરાએ જાતે ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું તેમની સાથે એસઓજી પીઆઈ જે. એમ. આલ સહિતની ટીમે માર્કેટમાં છૂટછાટ આપેલ સિવાયની ખુલ્લી દુકાનો બંધ કરાવી હતી તેમજ તમામ લોકો નિયમોનું પાલન કરે તેવી અપીલ કરી હતી તેમજ ગુરુવારથી દુકાનો ખોલનાર સામે કડક કાર્યવાહી કરાશે તેમ પણ જણાવ્યું હતું. સાથે લોકોને નિયમોનો અમલ કરી મોરબીવાસીઓ પોલીસને સાથ-સહકાર આપે તેવી અપીલ કરી છે.