મોરબીના હડમતીયા ગામના ખેડૂત દ્વારા કોરોના સામે મહામારીમાં નિ:શુલ્ક પણે પોતાના બગીચાના લીંબુનું વિતરણ કરી અનોખી સેવા કરવામાં આવે છે જેમાં ખેડૂત દ્વારા આ લીંબુ કોઈ વેપારીને ન વહેંચી અને કોરોનાગ્રસ્ત દર્દીઓને વિતરણ કરી સેવા કરવામાં આવે છે જેમાં રોજના અનેક લોકો તેનો ફાયદો મેળવે છે.
મોરબીમાં કોરોનાની મહામારી માં લોકો એક બીજાની સેવા કરી એક બીજાની મદદ કરી રહ્યા છે જેમાં પોતાની યથાશક્તિ મુજબ લોકો દાન અને સેવા કરી રહ્યા છે જેમાં મોરબી માં ટંકારા તાલુકાના હડમતીયા ગામના ખેડૂત દ્વારા અનોખી સેવા કરવામાં આવે છે હડમતીયાનાં ખેડૂત વિજયભાઈ સીતાપરા દ્વારા લીંબુના 40 છોડ વાવવામાં આવ્યા છે અને રોજના 8 થી 10 કિલો લીંબુ ઉતરે છે જે તમામ કોરોના ગ્રસ્ત દર્દીઓને ફ્રી માં વિતરણ કરવામાં આવે છે.હાલ મોરબીમાં લીંબુના ભાવ 200 રૂપિયા પ્રતિ કિલો છે અને આવા ભાવથી નાના માણસો કે સામાન્ય પરિવાર ના લોકો ખરીદી ન શકે આથી ખેડૂત વિજયભાઈને પોતે પણ કંઈક સેવા કરવાનો વિચાર આવ્યો આ સમયે પોતાના બગીચાના લીંબુ ની શુલ્ક પણે વિતરણ કરવાનું વિચાર્યું છે હાલ રોજના 25 થી 30 પરિવારના લોકો આ લીંબુ લઈ જાય છે.
આ સાથે જ લાભાર્થી સુનિલભાઈએ જણાવ્યું હતું કે તેઓ ખેડૂત વિજયભાઈ પાસેથી મફતમાં લીંબુ લઈ જાય છે અને તમામ કોરોના ગ્રસ્ત દર્દીઓને વહેંચવામાં આવે છે હાલ મોરબીમાં લીંબુના ભાવ આસમાને છે ત્યારે અહીંયાંથી ફ્રી માં લીંબુ વિતરણ કરવામાં આવતા લોકોને પણ રાહત થાય છે.