કોરોના મહામારી માં મોરબી સિવિલ હોસ્પિટલ બ્લડ બેંક માં બ્લડ ની અછત ને પહોંચી વળવા ઉદ્યોગપતિ આગળ આવી અને સ્વૈચ્છીક રકતદાન કેમ્પ નું આયોજન કર્યું કેમ્પ માં ૪૪ બ્લડ ની બોટલ એકત્ર કરવામાં આવી
કોરોના મહામારી વચ્ચે તમામ બ્લડ બેંક માં બ્લડ ની અછત વર્તાઈ છે ત્યારે આ અછત ને પહોંચી વળવા મોરબી તાલુકા ના પીપળીયા ના યુવા ઉદ્યોગપતિ આગળ આવ્યા છે અને પોતાની વૂડ પલ્પ પેનલ ખાતે સ્વૈચ્છીક રકતદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું આ સ્વૈચ્છીક રકતદાન કેમ્પ માં ૪૪ બ્લડ ની બોટલ એકત્ર થઈ છે જે સિવિલ હોસ્પિટલ બ્લડ બેંક ખાતે બ્લડ ની જરૂર હોય તેવા દર્દીઓ ને નિઃશુલ્ક રીતે ઉપયોગ માં લેવામાં આવશે આ સ્વૈચ્છીક રકતદાન કેમ્પ માં સિવિલ હોસ્પિટલ બ્લડ બેંક ના પેથોલોજિસ્ટ ડૉ. કપિલભાઈ બાવરવા , લેબ ટેક. એસ.ઓ.રૂપાલા , એકતા ચાપાણી , જાનકી બજાણીયા , વી.કે.ત્રિવેદી , હાર્વિ શેરસિયા સહિત સ્ટાફ ના આરીફભાઈ પલેજા અને ઇન્દ્રજીતસિંહ એ રકતદાન કેમ્પ માં દિલદાર રક્તદાતાઓ નું રક્ત એકત્ર કર્યું હતું એ કેમ્પ માં સરકાર ની ગાઈડલાઈન નું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું આ કેમ્પ માં સંચાલકો તરફથી દરેક રક્તદાતાઓ ને સુંદર મજાની ભેટ આપી રક્તદાતાઓ નું સન્માન કર્યું હતું આ તકે મોરબી સિવિલ હોસ્પિટલ બ્લડ બેંક ના ઇન્ચાર્જ પેથોલોજિસ્ટ ડૉ. કપિલ બાવરવા એ સામાજિક સંસ્થાઓ અને ફેકટરી સંચાલકો ને સ્વૈચ્છીક રકતદાન કેમ્પ નું આયોજન કરવા અનુરરોધ કર્યો છે
આ કેમ્પ ને સફળ બનાવવા વૂડ પલ્પ પેનલ ના તુષારભાઈ વિરસોડિયા , ઉપેન્દ્રભાઈ ધમાસણા , મિહિરભાઈ અધારા , દિનેશભાઈ ધમાસણા , મુકેશભાઈ , સાવનભાઈ કાસુંદ્રા , શંકરભાઇ પરેચા સહિતનાઓ એ ભારે જહેમત ઉઠાવી હતી