બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ બિહારના વતની અને હાલ વાંકાનેરના સરતાનપર રોડ પરની એમ્બીટો ફેકટરીમાં કામ કરતા સંતોષકુમાર વીરેન્દ્રદાસ તતવાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે એઝેક્સ ફ્લોરી (સિમેન્ટ કાંકરી ભેળવવાનું મિલર) વાહન નંબર એમપી-૪૫-એચ-૦૪૨૦નાં ચાલકે વાહન રીવર્સમાં ચલાવી ચાલીને જતા તેના ભાઈ આનંદદાસને ઠોકરે ચડાવતા વાહનનું વ્હીલ માથાના ભાગે ફેરવી દેતા યુવાનનું મોત થયું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.