માત્ર 25 દિવસોના ટૂંકા ગાળામાં બંને કોરોના કેર સેન્ટરમાં 1184 જેટલા દર્દીઓએ લાભ લીધો જે પૈકી 830 દર્દીઓ સાજા થઈ સુખરૂપ ઘરે પહોંચ્યા હજુ બંને સેન્ટરમાં 321 જેટલા દર્દીઓ સારવાર હેઠળ એ પૈકી 55 જેટલા દર્દીઓ ઓક્સિજન પર સારવાર લઈ રહ્યા છે.
મોરબીમાં કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવન ટ્રષ્ટ સંચાલિત જોધપર(નદી) અને કન્યા છાત્રાલય ખાતે અદ્યતન સુવિધા અને સગવડોથી સજ્જ પાટીદાર કોરોના કેર સેન્ટર ચાલી રહ્યું છે,જેમાં કોરોના મહામારીની બીજી ઘાતક લહેર શરૂ થતાં જ ગત તારીખ ચોથી એપ્રિલના રોજ આગેવાનોની રાત્રે મિટિંગ મળી અને તાત્કાલિક કોવિડ સેન્ટર શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું જેમાં 50 પચાસ જેટલા વ્યકતીઓની જુદી જુદી વ્યવસ્થાપક કમિટીની રચના કરવામાં આવી,સમાજહીતમાં કમિટી મેમ્બરના દરેક સભ્યોએ જુદા જુદા કામની જવાબદારી સ્વીકારી સંભાળી કામે લાગી ગયા. જોતજોતામાં બધી જ વ્યવસ્થા તૈયારી પૂર્ણ થઈ જતા તારીખ આઠ એપ્રિલના રોજ સમાજના શ્રેષ્ઠીઓ, દાતાઓ અને સીરામીક એસોસિએશનના સહયોગથી કોરોના કેર સેન્ટરનો પ્રારંભ થયો અને 24 ચોવીસ કલાકના ટૂંકા ગાળામાં સેન્ટર ફૂલ થઈ ગયું, અને કન્યા છાત્રાલય મોરબી ખાતે બીજું સેન્ટર શરૂ કરવામાં આવ્યું બંને સેન્ટરમાં મહેસાણા, ધ્રાંગધ્રા , જૂનાગઢ વગેરે વિસ્તારમાંથી દર્દીઓ કોવિડ સેન્ટરમાં દાખલ થયા,દર્દીઓ આવતાની સાથે જ એનું રજીસ્ટ્રેશન કરવામાં આવે એમનો સમાન ઉપાડી એક સ્વંયસેવક દર્દીને એમના રૂમમાં મૂકી આવે, અશક્ત દર્દીઓ માટે સ્ટ્રેચર દ્વારા રૂમ સુધી પહોંચાડવામાં આવે. એકદમ નવા ઓશિકા બેડસીટથી સજ્જ બેડમાં દર્દીને સ્થાન આપવામાં આવે,જરૂરી પ્રાથમિક તપાસ કરવામાં આવે, ઓકિસીજન લેવલ,બી.પી.તાવ વગેરેનું માપન કરવામાં આવે.દરેક દર્દીને માસ્ક સેનિટાઈઝર,નાશ લેવા માટેનું યંત્ર શેમ્પુ,સાબુ,તેલ વગેરેની કીટ અર્પણ કરવામાં આવે,જુદી જુદી પાળીમાં 73 જેટલા મેડિકલ અને પેરા મેડિકલ અને નર્શીગનો સ્ટાફ સતત ખડા પગે રહી દરેક દર્દીઓની જરૂરીયાત મુજબની દવા,જરૂરી મેડિકલ રિપોર્ટ તૈયાર કરે છે,સીટી સ્કેન માટે એમ્બ્યુલન્સ દ્વારા સંસ્કાર લેબોરેટરી ખાતે દર્દીઓને લઈ જવામાં આવે છે, દરેક સમયની દવા જે તે દર્દીને રૂબરૂ જે તે મેડિકલ સ્ટાફ દ્વારા જ આપવામાં આવે છે. બધા જ ડાયાબિટીસના દર્દીઓ માટે અલગ વ્યવસ્થા કરેલ છે જેથી એમને દવા અને સુગર ફ્રી ફૂડ આપવાની અનુકૂળતા રહે.
બંને સેન્ટરમાં કુલ મળી 76 જેટલા ઓક્સિજન બેડની વ્યવસ્થા છે જેના ઓક્સિજન માટેની વ્યવસ્થા માટે 20 વ્યક્તિની ટીમ સતત કાર્યરત હોય છે ,75 જેટલા વ્યક્તિઓ દર્દીઓ માટે નાસ્તા અને જમણવારની વ્યવસ્થા કરી રહ્યા છે, સવારે દરરોજ જુદા જુદા મેનુ મુજબનો નાસ્તો સવારે 9.0 વાગ્યે જુદું જુદું જ્યુસ, બપોરનું ગરમાગરમ સ્વાદિષ્ટ ભોજન બપોરે 3.00 વાગ્યે ચા કોફી સાંજે સિંગ દાળિયા તરબૂચ અન્ય ફ્રૂટ વગેરે દરરોજ જુદો જુદો નાસ્તો રાત્રે સ્વાદિષ્ટ ભોજન, દરેક પેશન્ટને એમના બેડ પર પહોંચાડવામાં આવે છે, આમ ઘરથી પણ ચડિયાતી સેવા પ્રેમપૂર્વક પૂરી પાડવામાં આવે છે. દરરોજ સવારે એસ.એસ.વાય ના યોગ પ્રયાણામ કરાવવામાં આવે છે. રાતે દરરોજ ખ્યાતનામ કલાકારો દ્વારા ભજન કીર્તન, ધૂન,જોક્સ,લોક સાહિત્ય દ્વારા મનોરંજન પૂરું પાડવામાં આવે છે, 100 જેટલા સ્વયંસેવકો રજીસ્ટ્રેશન, ઓકિસીજન સિલિન્ડર, રાશન, શાકભાજી ફળો,નાસ્તાની વ્યવસ્થા માટે તેમજ દર્દીઓને મેડિકલ રિપોર્ટ માટે મોરબી સુધી લાવવા લઈ જવા માટે સતત કાર્યરત હોય છે, આવી અદ્યતન સુવિધા અને સગવડ વાળી સુવિધાના કારણે માત્ર 25 દિવસોમાં 744 જેટલા દર્દીઓ આ સેન્ટરમાં દાખલ થયા હતા જે પૈકી 552 જેટલા દર્દી સાજા થઈ અને સુખપૂર્વક ઘરે પહોંચી ગયા છે અને હાલ 192 હાલ સારવાર હેઠળ છે અને નોર્મલ સ્થિતિમાં છે જે પૈકી 32 જેટલા પેશન્ટ ઓકિસીજન પર સારવાર લઈ રહ્યા છે,ડિસ્ચાર્જ થઈને જતા દર્દીઓ કોવિડ સેન્ટરના આયોજકોને અંતરના આશીર્વાદ આપતા જણાવે છે કે આ સેન્ટરમાં ફાઈવસ્ટાર હોટેલ જેવી સુવિધા અને સારવારને લીધે જ અમેં કોરોનાને મહાત આપેલ છે,