બનાવની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી વિજયભાઈ કાન્તીલાલ કોટક (ઉ.વ.૫૮, ધંધો રિક્ષા ડ્રાઈવર, રહે. ગુ.હા.બોર્ડ, શનાળા રોડ મોરબી)એ આરોપી ઈકબાલ મકરાણી(રહે. રાજકોટ)વાળા સામે ફરિયાદ નોંધાવી છે કે ફરીયાદીને આરોપીનાં પત્ની નસીમબેન સાથે પ્રેમ સબંધ હોય અને આરોપીની પત્ની નસીમબેન અવાર નવાર ફરિયાદીના ઘરે આવતી હોય જે બાબતની આરોપીને જાણ થતા જે આરોપીને સારૂ નહિ લાગતા તેનો ખાર રાખી આરોપી લોખંડના ધારીયા સાથે ફરિયાદીના રહેણાક મકાને આવી ફરિયાદીને જેમફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરિયાદીને મારી-નાખવાના ઇરાદે પેટના ભાગે ધારીયાનો ઘા મારી તેમજ શરીરે આડેધડ ધારીયાના ઘા મારી મરણતોલ ઇજા કરી હતી તેમજ સાહેદ નસીમબેન વચ્ચે પડતા તેઓને પણ આરોપીએ ધારીયાના ઘા મારી ઇજા કરી પહોંચાડી હતી. બનાવની ફરિયાદનાં આધારે પોલીસે આરોપી વિરુદ્ધ ઇ.પી.કો.કલમ-૩૦૭, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨), તથા જી.પી.એકટ કલમ ૧૩૫ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની વધુ તપાસ મોરબી સીટી એ ડિવીઝન પીઆઈ બી.પી.સોનારા ચલાવી રહ્યા છે.