કોરોના મહામારી વચ્ચે સમગ્ર દેશમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે મોરબી જીલ્લા ભાજપ દ્વારા અગાઉ રસીકરણ કેમ્પનું આયોજન કર્યા બાદઆજે તા. ૬ને ગુરૂવારનાં રોજ નાગરીકોને રસીનો બીજો ડોઝ આપવા માટે રવાપર નજીક રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રસીકરણ કેમ્પમાં યુવા ભાજપ અગ્રણી રવિભાઈ સનાવડાના માર્ગદર્શન હેઠળ ભાજપની ટીમે જહેમત ઉઠાવી હતી અને આજે રસીનો બીજો ડોઝ લેવા માટે ૯૦૦ જેટલા નાગરિકો પહોંચ્યા હતા અને રસીનો બીજો ડોઝ લીધો હતો આ તકે ભાજપ અગ્રણીએ તમામ નાગરિકોને રસી સુરક્ષિત હોવાનું અને પોતાનો વારો આવે ત્યારે રસીકરણ અભિયાનમાં જોડાવવા અપીલ કરી હતી.