Sunday, December 22, 2024
HomeGujaratલેબોરેટરીઓ માં અમુક તત્વો દ્વારા થતા ગેર વર્તન બાબતે હળવદ પોલીસ અને...

લેબોરેટરીઓ માં અમુક તત્વો દ્વારા થતા ગેર વર્તન બાબતે હળવદ પોલીસ અને મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

હળવદ લેબોરેટરી એસોસિએશન દ્વારા પીઆઇ અને મામલતદારને સુરક્ષા પૂરી પાડી યોગ્ય પગલા લેવા આવેદનપત્ર પાઠવ્યું

- Advertisement -
- Advertisement -

હળવદ શહેરમાં હાલમાં કોરોના ના કારણે લેબોરેટરીમાં આવતા દર્દીઓમા અચાનક ઉછાળો આવ્યો છે. જેના કારણે લેબોરેટરીમાં કામ કરતા સ્ટાફના લોકો સાથે ગેરવર્તન ના બનાવો દિવસે દિવસે વધતા જાય છે અનેક સમસ્યાઓ છે અમુક આવારા તત્વો દ્વારા લેબોરેટરી સંચાલકો કે સ્ટાફ સાથે ખોટી ગેરવર્તણૂક કરે છે. ઘણીવાર તો મારામારી સુધી વાત પહોંચી જાય છે તેના કારણે અમે વ્યવસ્થિત પર કામ કરી શકતા નથી.જેના કારણે ગામના લોકોના સારા સ્વાસ્થ્ય માટે કાર્યરત લેબોરેટરીમાં વારંવાર અવ્યવસ્થા સર્જાય છે આ બાબતે હળવદ લેબોરેટરી એસોસિએશન દ્વારા હળવદ મામલતદાર અને પીઆઇને યોગ્ય સુરક્ષા પૂરી પાડવા અને યોગ્ય કરવા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ તકે લેબોટરી એસોસિએશનના સભ્યો રાણા નરેન્દ્રસિંહ કોરડીયા જીગરભાઈ કણઝારીયા જીગ્નેશભાઈ જયદીપ કણઝરીયા. આદ્રોજા નિરાલીબેન. પટેલ હિરલબેન. કણઝારીયા દીક્ષિતભાઈ, પટેલ હરેશભાઈ. રાઠોડ કલ્પેશ. વગેરે સભ્યોએ આવેદનપત્ર પાઠવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!