રાજ્યમાં મોરબી અને બીજા જીલ્લાઓમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે અનેક પરીવારોને ઉંચા ભાવે કાળાબજારમાં ડુપ્લીકેટ ઈન્જકશનો વેચી અને લાખો રૂપીયાનો વેપલો કરનાર ગેંગને પકડી પાડવામાં આવી છે. નકલી રિમડેસીવર ઈજેકશન બનાવનાર અને સપ્લાયર ગુનેગારોને પકડી પાડી અનેક લોકોના જીવ બચાવવાનો યશ મોરબી જિલ્લા પોલીસને જાય છે જેમાં આજે મોરબી એસપી સુબોધ ઓડેદરા ડીવાયએસપી રાધિકા ભારાઈ, એલ.સી.બી પીઆઈ વી બી જાડેજા ,વાંકાનેર તાલુકા પીએસઆઇ આર પી જાડેજા સહિત આ ઓપરેશન ને સફળ બનાવવામાં રાત દિવસ એક કરી રહેલા તમામ પોલીસ કર્મીઓનું અખિલ ભારતીય કોળી સમાજ અને સમસ્ત સૌરાષ્ટ્ર સેનવા (રાવત) સમાજ પ્રગતિ મંડળ દ્વારા સન્માનપત્ર અર્પણ કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને અનેક લોકોના જીવ સાથે ચેડાં કરે એ પહેલા જ નકલી ઇન્જેક્શન પકડી આરોપીઓને ભોં ભેગા કરવાની કામગીરી ને કાબીલેદાદ ગણાવી શુભેચ્છાઓ પાઠવી છે.