હળવદ શહેર અને તાલુકા ભર માં સ્વાદિષ્ટ રસોઈ માટે પ્રખ્યાત અને ખાસ કરીને હળવદ ના વિશ્વ વિખ્યાત ચૂરમાં ના લાડુ ના હાલ ના સમય માં પણ સ્વાદ જાળવી રાખનાર એવા યોગેશભાઈ દલપતરામ જોષી કે જેઓ ટીના મહારાજ ના નામ થી જાણીતા હતા તેઓ આજે કોરોનો સામે નો જંગ હારી જતા શોક નું મોજું ફરી વળ્યું છે. ટીના મહારાજ ની ખાસિયત એ હતી કે લાડુ, દાળ , ભાત , શાક ,વાલ નું જમણ હળવદ શહેર અને તાલુકા ની લગભગ જ્ઞાતિ જાતિ આ લોકોને ખૂબ જ પસંદ આવતું હતું.
ટીના મહારાજ ના અવસાન થી રાજકીય , સામાજિક આગેવાનો અને દરબારફળી ના રહેવાસીઓ એ દુઃખ ની લાગણી અનુભવી ને શ્રદ્ધાંજલિ આપેલ છે