Friday, November 29, 2024
HomeGujaratકોરોનાના કપરા કાળમાં કલા અને રુપિયાનું ઊદાર હાથે દાન કરતા હાસ્યકલાકાર ડો....

કોરોનાના કપરા કાળમાં કલા અને રુપિયાનું ઊદાર હાથે દાન કરતા હાસ્યકલાકાર ડો. જગદીશ ત્રિવેદી

કોરોના માટે પાંચ લાખ રુપિયાનું દાન તથા એક વરસમાં સવાસો જેટલા વિડિયો વડે હાસ્ય સાથે હકારાત્મક વિચારોનો સેવાયજ્ઞ

- Advertisement -
- Advertisement -

હાસ્યકલાકાર, લેખક અને સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદી જીવનના પચાસ વર્ષ પુરા કર્યા બાદ પોતાના કાર્યક્રમોની તમામ આવક શિક્ષણ અને આરોગ્ય માટે દાન કરી રહ્યા છે એ સૌ કોઈ જાણે છે પરંતુ અત્યારે કપરા કોરોના કાળમાં એમણે ઊદાર હાથે સંપત્તિ અને કલા બન્નેના દાનનો અનોખો સેવાયજ્ઞ શરું કર્યો છે.
એમણે પાંચ લાખથી વધું રકમનું દાન કરેલ છે જેમા રાજકોટના રોલેક્ષ snk કોવિડ સેન્ટરને ૫૧,૦૦૦/-, સૌરાષ્ટ્રના જરુરિયાતમંદ કલાકારોને પ૧,૦૦૦/-, સ્વામી સચ્ચિદાનંદજી દ્રારા પેટલાદમાં નિર્માણાધિન ઓક્સિજન ટેન્ક માટે પ૧,૦૦૦/-, પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્રારા પોરબંદરમાં નિર્માણાધિન ઓક્સિજન ટેન્ક માટે પ૧,૦૦૦/-, જરુરિયાતમંદ ૧૦૦ પરિવારને અનાજની કીટ પેટે ૧,૦૦,૦૦૦/-, અન્ય કોરોનાપિડિત ૪૦ દર્દીઓને પાંચ હજાર લેખે ૨,૦૦,૦૦૦ રુપિયાનું દાન કરેલ છે. તદુપરાંત છેલ્લા એક વરસમાં દર અઠવાડિયે બે થી ત્રણ વિડિયો દ્રારા કુલ સવાસો જેટલા વિડિયો દ્રારા હાસ્ય સાથે હકારાત્મક વિચારો વહેંચીને આ આપત્તિકાળમાં લોકોને મનથી મજબુત રાખવાનું પ્રશંસનિય કાર્ય કરી રહ્યા છે.
તેઓ હાલ નર્મદા જીલ્લાનાં સાગબારા તાલુકાના સેલંબા ગામમાં ૧૬૬ જેટલાં ગરીબ આદીવાસી બાળકો માટે એક આશ્રમશાળાનાં મકાનનું નિર્માણ કરી રહ્યા છે. જેનું સ્વામી સચ્ચિદાનંદજીના વરદ્હસ્તે આગામી ૧૬ જૂનના રોજ લોકાર્પણ થનાર છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!