કોરોના મહામારીમાં સતત દોડધામ કરતા 108 ના કર્મચારીઓની કામગીરી તાબિલે તારીફ હોય ત્યારે કોરોના સામે જંગ લડતા કોરોના વોરીયર્સ એવા 108 ના કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું
કોરોના કહેર વચ્ચે જીવના જોખમે કામ કરનાર કોરોના વોરીયર્સની કામગીરીને મોરબી રામધન આશ્રમ દ્વારા બિરદાવીને કોરોના વોરીયર્સનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. હાલમાં કોરોના મહામારી ને પગલે સરકાર દ્વારા મોરબી જિલ્લામાં કોરોના ના દર્દીઓ માટે વધુ 108ની વાન ફાળવવામાં આવી છે. જેને હાલ મહેન્દ્રનગર લોકેશન હેઠળ મુકવામાં આવતા રામધન આશ્રમના મહંત પૂ. ભાવેશ્વરીબેને તેઓના આશ્રમના આરોગ્ય કેન્દ્ર માં રાખવાની મંજુરી આપી હતી. અને સાથે સાથે 108 ના ઈએમટી, પાઈલોટ તેમજ 108 ના અઘિકારીની કામગીરીને બિરદાવી હતી અને કોરોના વોરીયર્સ (યોધ્ધા) તરીકે તેમને કરેલી કામગીરીને સલામી આપી હતી રામધન આશ્રમના મહંત પૂ. ભાવેશ્વરીબેન, પૂ. રતનબેન, મુકેશ ભગત અને દિલીપ મહારાજ સહિત સેવકો દ્વારા 108 કર્મચારીઓનું અભિવાદન કરાયું હતું