બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ગોવિંદભાઈ કેશવજીભાઈ સવસાણી (ઉ.વ.૫૭, રહે. ઉમા ટાઉનશીપ, ક્રાંતીજ્યોત, મોરબી-૨) એ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૫ એપ્રિલનાં રોજ સાડા બારેક વાગ્યાનાં અરસામાં ફરિયાદી પોતાના ટીવીએસ સ્ટાર સીટી મો.સા. રજી.નં. જીજે-૩૬-કે-૦૮૬૯ પર ડબલસવારીમાં લીલાપર ચોકડીથી નવાગામની વચ્ચેનાં રસ્તે પસાર થઈ રહ્યાં હતાં દરમ્યાન સનટચ લેમીનેટ કારખાના પાસે એક પીળા કલરનાં ડમ્પર જેની સાઈડ ઉપર અશ્વમેઘ હોટલ તથા એમ.પી.ઝાલા ભાયાતી જાંબુડિયા લખેલ હોય તેના ચાલકે મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે ફુલ સ્પીડમાં ડમ્પર ચલાવી સામેથી આવી ફરિયાદીનાં મો.સા.ને ભટકાડી અકસ્માત કરી ફરિયાદી તથા સાહેદને રોડ ઉપર પાડી દેતા સાહેદને પગનાં ભાગે ફ્રેકચર જેવી ઈજા પહોંચી હતી જ્યારે આરોપી ડમ્પર ચાલક અકસ્માત સર્જી ડમ્પર લઈ નાશી છુટ્યો હતો. પોલીસે બનાવની ફરિયાદ નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.