બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મુળ ઓડીસાના બાલેશ્વર જિલ્લાના નીલીદા ગામના વતની અને હાલ મોરબીના તળાવીયા શનાળા ગામની સીમમાં આવેલ સીમ સ્કોટલેન્ડ સિરામિકના લેબર કવાર્ટરમાં રહી મજુરી કામ કરતો રજતકુમાર ભગીરથભાઈ બારીક (ઉં.વ.૨૦)એ ગઈકાલે તારીખ ૧૪નાં રોજ કારખાનાના લેબર કવાર્ટરના ચોથા માળેથી ઠેકડો મારી આપઘાત કરી લેતા તેનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.