બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના કંડલા બાયપાસ પાસે વૈભવનગર સોસાયટીમાં રહેતા વિનોદ મગનભાઈ પડસુંબીયા(ઉ.વ.૪૨)એ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના મિત્રની દુકાન ભાડે રાખવા અપાવેલ હોય જે તેના મિત્રએ આરોપી પાસેથી ખાલી કરાવતા આ બાબતનો ખાર રાખીને આરોપીઓ મેઘરાજ ભરવાડ (રહે. મોરબી) , હાર્દિક બાંભવા (રહે. રાજકોટ) અને પી. કે. મેર (રહે. તુલસી પાર્ક મોરબી) એમ ત્રણ શખ્સોએ લોખંડ તથા પીવીસીનાં પાઈપ વડે મુંઢ માર મારી ગાળો આપી ફરિયાદી વિનોદભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.