ભારતીય હવામાન વિભાગે રાજ્યના સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી એક-બે દિવસમાં તૌકતે વાવાઝોડું સંભવિતપણે ત્રાટકી શકે તે અંગેની ચેતવણીઓ જારી કરી દીધી છે. ત્યારે મોરબી જીલ્લા પ્રસાસન દ્વારા સાવચેતી ભાગરૂપે માળીયાના જુમવાડી વિસ્તારમાંથી 1000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે જે લોકોને ન્યુ નવલખી ખાતે રાખવામાં આવશે.
મોરબીના ઢુઇ અને ઊંટબેટ(શામપર) ગામેથી 60 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું જેઓને ઉંટબેટ(શામપર) પ્રથામિક શાળા ખાતે રાખવામાં આવશે. તેમજ ઝીંઝુડામાં 30 અને શામપરમાં 40 જેટલા લોકો કાચા મકાનમાં રહેતા હોવાથી તેઓને ગામની પ્રથામિક શાળામાં રાખવામાં આવ્યા છે. તંત્ર દ્વારા આમરણ ખાતે 2 આશ્રય સ્થાનો ભવિષ્યમાં લોકોને સ્થળાંતર કરવાની આવશ્યક ઉભી થાય તો તેવા સ્થળાંતરિત લોકો માટે રિઝર્વ રાખવામાં આવ્યા