મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ગઈકાલે મોરબી સહિત રાજ્યનાં ૩૬ શહેરો મીની લોકડાઉનની મુદ્દતમાં કોરોનાની પરિસ્થિતિ તથા ટાઉતે વાવાઝોડાને પગલે ત્રણ દિવસનો વધારો કરવામાં આવ્યો છે. મોરબી જિલ્લામાં પોલીસ દ્વારા કર્ફ્યુ જાહેરનામા તથા કોરોના ગાઈડલાઈનની ચુસ્ત અમલવારી કરાવવામાં આવી રહી છે. ત્યારે ગઈકાલે સોમવારે ૨૪ કલાક દરમ્યાન મોરબી જિલ્લામાંથી કોવિડ ગાઈડલાઇન્સ અંતર્ગત જાહેર કરેલા જાહેરનામાનાં ભંગ બદલ પોલીસે કુલ ૪૧ લોકો વિરુદ્ધ દંડનાત્મક કાર્યવાહી કરી હતી. જેમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટે. વિસ્તારમાં રાત્રી કરફ્યૂનો ભંગ કરતા ૧ રાહદારી, રાત્રી કરફ્યૂ દરમ્યાન ચાનું વેચાણ કરતાં ૧ ધંધાર્થી સામે, માસ્ક વગર ફરતા ૩ રાહદારીઓ સામે, મીની લોકડાઉનનો ભંગ કરી જવેલરીની દુકાન ખુલ્લી રાખતા ૧ દુકાનદાર સામે, જુના મોટરસાયકલ લે-વેચની દુકાન ખુલ્લી રાખતા ૧ દુકાનદાર સામે, સોશિયલ ડિસ્ટનસનો ભંગ કરી વધુ પેસેન્જર બેસાડતા ૧ રિક્ષાચાલક સામે જ્યારે બી.ડિવિઝન પો.સ્ટે. વિસ્તારમાં આવશ્યક ચીજ વસ્તુની કેટેગરીમાં આવતા ન હોવા છતાં એલ્યુમિનિયમની દુકાન ધરાવતા ૧ વેપારી સામે, વધુ પેસેન્જર બેસાડતા ૪ રિક્ષાચાલક સામે, માસ્કવિના જાહેરમાં ફરતા ૧ રાહદારી સામે અને મોરબી તાલુકા પોલીસે માસ્કવિના જાહેરમાં ફરતા ૧ રાહદારી સામે જ્યારે વાંકાનેર સીટી પોલીસે માસ્કવિના તથા સોશિયલ ડિસ્ટનસનું પાલન ન કરાવતા અને કોવિડ ટેસ્ટ કરાવ્યા વગર વેપાર કરતાં ૧ નાસ્તાની રેંકડીવાળા સામે, કરીયાણાનાં ૪ વેપારી સામે, ફરસાણનાં ૧ દુકાનદાર સામે, ૩ પરચુરણના ટ્રેડર્સ સામે, ફ્રુટના ૧ વેપારી સામે, ઇલેક્ટ્રિકની દુકાન ધરાવતા ૧ દુકાનદાર સામે, માસ્કવિના જાહેરમાં ફરતા અને માસ્કનો દંડ આપવાની આનાકાની કરતા ૩ રાહદારી સામે જ્યારે વાંકાનેર તાલુકા પો.સ્ટે. વિસ્તારમાં વધુ પેસેન્જર બેસાડતા ૨ રીક્ષાચાલક સામે, પાન માવાની દુકાને સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરાવતા ૧ ધંધાર્થી સામે, માળીયા મી. પોલીસે આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યા વગર વેપાર કરતા પાન માવાનો વેપાર કરતા ૧ ધંધાર્થી સામે, કટલેરીના ૧ ધંધાર્થી સામે, ટંકારા પોલીસે વધુ પેસેન્જર બેસાડતા ૪ રિક્ષાચાલક સામે, તથા હળવદ પોલીસે કોવિડ ટેસ્ટ કરાવ્યા વિના રીક્ષા ચલાવતા ૧ રિક્ષાચાલક સામે, ૨ વેપારી સામે જાહેરનામા ભંગની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કડક કાર્યવાહી કરવામાં આવી હતી.