હળવદ-વાંકાનેર સહિત જીલ્લામાં ૩૦ જેટલા વિજપોલ ધરાશાયી થતાં ૯૯ જેટલા ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો
મોરબી જીલ્લો ટાઉતે વાવાઝોડાથી પ્રભાવિત થયો છે ત્યારે તંત્ર દ્વારા પણ કંટ્રોલરૂમ શરૂ કરી સમગ્ર પરિસ્થિતિનું સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે દરમ્યાન ગઈકાલે રાત્રીથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજે સવારથી મોરબી જીલ્લામાં પવન સાથે વરસાદ વરસી રહ્યો છે ત્યારે મોરબી જીલ્લામાં હળવદ સરા સબ ડીવીઝન, વાંકાનેરના લુણસરીયા વીજ ફીડર સહિતના વીજપોલને નુકશાન થયું છે અને જીલ્લામાં ૩૦ વીજપોલ પડી ગયા હોય જેથી જીલ્લાના ૯૯ જેટલા ગામોમાં વિજ પુરવઠો ખોરવાઈ ગયો છે અને વિજતંત્ર દોડતું થયું છે ત્યારે બપોર સુધીમાં આ ૯૯ ગામડાઓમાં લાઈટ ચાલુ કરવાનાં પ્રયત્નો વિજતંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા હોવાની માહિતી મળી રહી છે.