મોરબી જીલ્લા ના મકનસર ગામથી કોઈ સજ્જન વ્યક્તિ દ્વારા ૧૮૧ મહિલા હેલ્પ લાઇન કોલ કરવામાં આવેલ.તે વ્યક્તિ એ જાણવેલ કે મોરબી હાઇવે ઉપર એક મહિલા બેઠી છે.આ મહિલા સવાર ના બાળકો સાથે બેઠા છે મૌસમ ખરાબ હોવા છતા એકલી અટુલી મહિલા બેઠી છે અને શરીરે પણ ખુબ અશ્કત જણાય છે. ફોન ઉપર પરિસ્થિતિ સાંભળી તાત્કાલિક ૧૮૧ મહિલા હેલ્પ લાઈન ટીમ ના કાઉનસેલર સહિતનો સ્ટાફ મહિલા ની મદદ માટે ઘટના સ્થળે પહોંચીને પિડિતાનું કાઉન્સેલીંગ કર્યું .કાઉન્સેલીંગ દરમિયાન પિડિતા પાસેથી જાણવા મળેલ કે તેઓ ૧૩ તારીખથી ચાર વર્ષ ની દિકરી દોઢ વર્ષના દીકરા સાથે ઘરેથી નિકળી ગયા છે.આ અંગે તેમના પતી કે પરિવારને આ અંગે જાણ પણ નથી કરી.પિડિતા બંગાળ રાજ્યના છે અને પિડિતા પોતાના પતી સામે જઈ શકતા નથી.તેઓના પતી અહિં જ ફેક્ટરીમાં કામ કરે છે.પીડિતાના કાઉન્સેલિંગ બાદ ઘટના સ્થળ થી નજીક પડતી ફેકટરીની તપાસ કરતાં એકબીજાના સંપર્ક દ્વારા એક ફેકટરીના માલીક આવેલ અને જણાવેલ કે તેઓ પીડિતા તથા તેમના પતિને ઓળખે છે અને ત્યાર બાદ પીડીતાના પતિને ફોન દ્વારા સંપર્ક કરી બોલાવી લીધેલ અને પીડિતાના પતિ નુ કાઉન્સેલીંગ કરી પિડિત મહિલા શારીરીક રીતે ખુબ અશ્કત હોવાથી ઘરે લઈ જવા સમજાવેલ.આમ કાઉન્સેંલીગ દ્વારા પીડીતાના પતિ સમજી ગયેલ પોતાની પત્ની તથા બાળકો ને રાજી ખુશી થી લઈ જવા સમજાવેલ અને હાલમાં પિડિતની શારીરીક હાલત ખરાબ હોવાથી ૧૦૮ વાન દ્વારા મેડિકલ સહાય અપાવેલ અને પતિ પત્ની નુ સુખદ સમાધાન કરી પરિવાર સાથે મિલન કરાવેલ.