Thursday, April 25, 2024
HomeGujaratમોરબીના મચ્છીપીઠમાં જૂથ અથડામણ : ટોળાને વિખેરવા જતાં પોલીસકર્મી પર કર્યો હુમલો

મોરબીના મચ્છીપીઠમાં જૂથ અથડામણ : ટોળાને વિખેરવા જતાં પોલીસકર્મી પર કર્યો હુમલો

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના મચ્છી પીઠમાં ગત રાત્રીના બે જૂથ વચ્ચે અથડામણ થઇ હોય અને સામસામાં પથ્થરો અને બોટલના છુટા ઘા કરવામાં આવી રહ્યા હતા જે બાબતની જાણ મોરબી એ ડીવીઝન પોલીસને થતા પોલીસની ટીમ પીસીઆર લઈને રવાના થઇ હતી અને ટોળાને વિખેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પણ આરોપીઓ અહેમદ જુસબભાઈ કટિયા, સપુબાઈ અહેમદભાઈ કટિયા, અકબર જુસબભાઈ કટિયા, રેમાન જુસબભાઈ કટિયા, જાનબાઈ રેમાનભાઈ કટિયા, નુરમામદભાઈ જુસબભાઈ કટિયા, સલીમભાઈ જુસબભાઈ કટિયા, સારબાઈ સલીમભાઈ કટીયા, નિજામ જુસબભાઈ કટીયા. જાનબાઈ નિજામભાઈ કટીયા, ઇકબાલભાઈ જુસબભાઈ કટીયા, જમીલાબેન ઇકબાલભાઈ કટીયા, મુસ્તાકભાઇ જુસબભાઈ કટીયા, ગુલબાનુંબેન મુસ્તાકભાઈ કટીયા, હૈદરઅલી પંચાણભાઈ ભટી, રોશનબેન હૈદરભાઈ ભટી, ઉમરભાઈ હૈદરઅલી ભટી, મહેબુબ હૈદરઅલી ભટી, ઇમરાન હૈદરઅલી ભટી અને ફાતમા ઇમરાનભાઈ ભટી રહે. બધા મોરબી મચ્છીપીઠ વાળાઓએ ગેરકાયદેસર મંડળી રચી પીસીઆર લઈને ગયેલ પોલીસ જવાન યશવતસિંહ પ્રવીણસિંહ ઝાલાને માથામાં ઈજા કરી તેમજ ઉમરદિન હૈદરઅલી ભટી, રોશન હૈદરઅલી ભટી અને હૈદરઅલી ભટીને ઈજા કરી તેમજ તમામ આરોપીઓએ એકબીજાના ઘરમાં પ્રવેશ કરી નુકશાન કર્યું હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ઈજાગ્રસ્ત પોલીસ જવાન યશવંતસિંહ પ્રવીણસિંહ ઝાલાએ નોંધાવી છે. મોરબી એ ડીવીઝન પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!