મારામારીનાં આ બનાવની માળીયા(મી.) પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મેધપર ગામે રહેતા દિનેશભાઈ મેણદભાઈ સોલંકી (ઉ.વ.૩૩) એ ફરિયાદ નોંધાવી છે કે વિષ્ણુ તભાભાઈ દેવીપૂજક ફરિયાદી દિનેશભાઈની ભાણી ટ્વિંકલ ઉર્ફે ટીકુની સામે જોતો અને ફરિયાદી દિનેશભાઈના ઘર પાસેથી જ્યારે નીકળે ત્યારે ઘર બાજુ જોતો હોય જેથી તેવું ન કરવા ફરિયાદી દિનેશભાઈ તથા સાથેનાં લોકોએ કહેતા સારૂ નહીં લાગતાં આરોપી કરણભાઈ તભાભાઈ દેવીપુજક, ભરતભાઈ તભાભાઈ, ગુલાબભાઈ તભાભાઈ દેવીપુજક, વિરમભાઇ સુખાભાઈ દેવીપુજક (રહે બધા મેઘપર) વાળાઓએ લાકડાના ધોકાઓ લઇ ફરિયાદી દિનેશભાઈના ઘર પાસે આવી ગાળો બોલી ફરિયાદીને માથામાં તથા શરીરે મુંઢ ઈજાઓ કરી તથા સાથેના સુભાષભાઈને જમણા પગે ફેકચર જેવી ઈજા કરી તથા સાથેના સુનીતાબેન શીવાભાઈને હાથમાં ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે
તો સામાપક્ષે ભરતભાઈ તભાભાઈ આધ્રોજીયા (ઉ.વ.૨૪) એ ફરિયાદ નોંધાવી છે કે વિષ્ણુ આરોપી દિનેશભાઈ મેણદભાઈ દેવીપુજકની ભાણી ટ્વિંકલ સામે જોતો ન હોય અને તેના ઘર બાજુ જતો ન હોય તેમ છતાં આરોપી દિનેશભાઈ મેંણદભાઈ દેવીપુજક, હસરાજભાઈ પાચાભાઇ દેવીપુજક, માડણભાઈ પાચાભાઇ દેવીપુજક અને સુભાષભાઈ કરમણભાઈ દેવીપુજક રહે બધા મેઘપર વાળાઓએ ફરિયાદીના ઘર પાસે જઈ વિષ્ણુ આરોપી દિનેશભાઈ દેવીપુજકની ભાણી ટીકુ સામે જોવે છે તેવા ખોટા આરોપ લગાવી ગાળો બોલી ફરિયાદી ભરતભાઈ તથા સાથેના લોકોને લાકડી તથા પથ્થર વડે મુંઢ માર મારી તેમજ બટકુ ભરી સામાન્ય ઈજાઓ કર્યા હોવાની ફરિયાદ નોંધાવી છે. માળિયા(મી.) પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.