Sunday, November 24, 2024
HomeGujaratમોરબી તાલુકાના નીચી માંડલ ગામે મોબાઈલનો હપ્તો ન ચૂકવવા મામલે યુવાન પર...

મોરબી તાલુકાના નીચી માંડલ ગામે મોબાઈલનો હપ્તો ન ચૂકવવા મામલે યુવાન પર ધારીયા વડે હુમલો, ફરિયાદ નોંધાઈ

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના સમલી ગામે રહેતા કાનજીભાઇ છગનભાઇ ચાવડા (ઉ.વ.૩૪)એ આરોપી સંજયભાઇ ઇશ્ર્વરભાઇ કેરાળીયા (રહે. સમલી ગામ, તા.હળવદ) સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે કે, ફરીયાદીએ આરોપી પાસેથી ત્રણ માસ અગાઉ મોબાઇલ હપ્તે લીધેલ હોય જે હપ્તો નહિ ભરતા જેનો ખાર રાખી આરોપીએ ગત તા. ૧૯ના રોજ સાંજના પાંચ વાગ્યાના અરસામા મોરબી તાલુકાના નીચી માંડલ ગામ પટેલ મોબાઇલ દુકાન સામે ગાળો આપી જાતિ પ્રત્યે અપમાનિત કરી હડધુત કરી ઉશ્કેરાય જઇ ફરીયાદીને જમણા હાથમાં ધારીયાનો એક ઘા મારી ઇજા કરી તથા બીજો ઘા મારતા ફરીયાદીએ હાથ વચ્ચે નાખતા ડાબા હાથની વચ્ચેની આગળી તથા તેની બાજુની આંગળીમા ઇજા કરી હતી. મોરબી તાલુકા પોલીસે બનાવની ફરિયાદનાં આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!