મોરબીમાં વરસાદ ના પગલે નીચાંણ વાળા વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા જેમાં આજદિન સુધી એ પાણી ન ઓસરતાં લોકો ભારે પરેશાન થઈ રહ્યા છે ત્યારે મોરબીની રણછોડ નગર સોસાયટીમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા લોકોને ભારે હાલાકી નોંસામનો કરવો પડી રહ્યો
જેમાં રણછોડ નગરમાં રહેતાં રમેશભાઈ કાનજીભાઈ ચાવડાએ લેખિત રજુઆત કરી અને પાણીના નિકાલ માટે ભગુર્ભ ગટર નાખવા તેમજ વરસાદી પાણીના નિકાલ માટે ત્વરિત કાર્યવાહી કરવા પાલિકા અને સાંસદ મોહન કુંડારિયાને લેખિત રજુઆત કરી હતી જે રજૂઆતના પગલે સાંસદ મોહન કુંડારિયા એ પણ મોરબી પાલિકાને પત્ર લખી આ આ પ્રશ્ન નો ત્વરિત નિકાલ કરવા સૂચના આપી ભલામણ કરી છે .જો રણછોડ નગરમાં ત્વરિત ગંદા પાણીનો નિકાલ ન કરવામાં આવે તો રોગચાળો વકરવાની ભીતિ છે ત્યારે યુદ્ધના ધોરણે આ પાણીનો નિકાલ કરવામાં આવે તેવી રહીશોએ તંત્ર પાસે માંગ કરી છે.