મોરબીનાં લાલપર ગામની સીમમાં થોડા દિવસો પહેલા બે દુકાન તથા કારખાનામાં થયેલી ચોરીમાં ફરીયાદી તથા મિત્રોની દુકાનની બહાર રાખેલ પેડેશન બનાવવા માટેના નાના મોટા લોખંડના પાઇપ નંગ-૦૪ આશરે ૪૮૦ કિલો ગ્રામ વજનના કિં.રૂ.૧૮,૨૪૦/- તથા લોખંડના કન્ટેનર ડ્રમ નંગ-૦૨ આશરે ૧૩૦ કિ.ગ્રા વજનના કિં.રૂ.૧૦,૦૦૦/- તથા લોખંડનો આશરે ૧૪૦ કિ.ગ્રા.નો ફેબ્રિકેશનનો સેટ-૦૧ કિ.૩૬,૦૦૦/- નો મળી કુલ ૩.૩૪,૨૪૦/- ના મત્તાની કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ ગયેલ હોય. ચોરીનાં આ બનાવમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનનાં પીઆઈ એમ. આર. ગોઢાણીયા અલગ અલગ ટીમો બનાવી ચોરોને પકડી પાડવા કાર્યરત હોય દરમ્યાન પો.હેડ.કોન્સ. યોગીરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, પો. કોન્સ. દિવ્યરાજસિંહ જાડેજા તથા જયદીપભાઇ પટેલને ખાનગીરાહે બાતમી હકીકત મળેલ હોય કે આ ગુન્હાના કામે ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે એક ઇકો કાર જેના આગળના કાચ ઉપર ગુજરાતીમાં લાલ અક્ષરે “નંદની” લખેલ છે તે કાર રફાળેશ્વરથી જાંબુડીયા તરફ પસાર થનાર છે. તેવી ચોકકસ અને ભરોસાપાત્ર ભાતમીનાં આધારે પો.સ.ઇ. આર.એ.જાડેજા સર્વેલન્સ સ્ટાફ સાથે જાબુડીયા પુલ પુરો થતા સર્વિસ રોડ ઉપર જુદી જુદી ટીમો સાથે વોચમાં હતા દરમ્યાન બાતમી વાળી ઇકો કાર આવતા તેને રોકવા જતા કાર ચાલક કાર લઇ ભાગવા જતા તેનો પીછો કરી કારને આંતરી ઉભી રખાવતા આ કારમાંથી ચોરીમાં ગયેલ મુદ્દામાલ મળી આવતા આ કારમાં સવાર ઇસમોની સઘન પુછપરછ કરતા કારમાં સવાર ડઅનિલ પરબતભાઇ ચાવડા જાતે નાડોદા રાજપુત (ઉ.વ.ર૪) તથા પવન પરબતભાઇ ચાવડા (ઉ.વ.રર) રહે. બંને હાલ-જાબુડીયા બ્રીજ પાસે, એસ્સાર પંપ પાસે, શ્રીરામ કારખાનાની ઓરડીમાં, તા.જી.મોરબી, મુળ રહે. હરીપુરા, તા.દશાડા, જી.સુરેન્દ્રનગર વાળાએ ગુન્હાની કબુલાત આપી હતી. પોલીસે કારમાંથી મળી આવેલ મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ પો.સ.ઇ.શ્રી ડી.વી.ડાંગર નાઓ ચલાવી રહેલ છે. અને બાકીનો મુદ્દામાલ રીકવર કરવા કાર્યવાહી હાથ ધરેલ છે.
કબ્જે કરેલ મુદ્દામાલ : લોખંડના કન્વેનર ડ્રમ નંગ-૦૨ આશરે ૧૩૦ કિ.ગ્રા વજનના કિં.રૂ.૧૦,૦૦૦/- તથા લોખંડનો કેબ્રિકેશન રોટેટર સ્ટેન્ડનો આશરે ૧૪૦ કિ.ગ્રા. વજનનો સેટ-૦૧ કિં.રૂ.૬,૦૦૦/- તથા એક મારૂતિ કંપનીની ઇકો કાર રજી.નં. જીજે-૦૧-આરએ-૦૨૭૪ કિં.રૂ.૨,૦૦,૦૦૦/ મળી કુલ રૂ.૨,૧૬,૦૦૦/- નો મુદ્દામાલ રીકવર કરેલ છે.