Saturday, October 5, 2024
HomeGujaratહળવદ : સરા ચોકડી નજીક ડમ્પરચાલકે ઠોકર મારતા કાર પલ્ટી જતા ત્રણ...

હળવદ : સરા ચોકડી નજીક ડમ્પરચાલકે ઠોકર મારતા કાર પલ્ટી જતા ત્રણ ઇજાગ્રસ્ત, ફરિયાદ નોંધાઈ

અકસ્માતનાં આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર તા. ૨૦ના રોજ સાંજના પોણા સાતેક વાગ્યાના સુમારે હળવદમાં સરા રોડ પર સરા ચોકડી નજીક ડમ્પર નં. જીજે-૩૬-ટી-૫૩૭૭ના ચાલકે ડમ્પર પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી સંજયભાઇ રમણીકભાઇ કણજરીયાની મારુતી સુઝુકી જેન કાર નં. જીજે-૦૩-ડીએન-૧૯૪૩ને પાછળથી ઠોકર મારતા કાર પલ્ટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં સંજયભાઇ, તેના દિકરા ખુશ તથા તેના ભાણેજ હર્મીશને ઇજાઓ પહોંચી હતી તેમજ કારમાં નુકશાન થયું હતું. આ બનાવ અંગે સંજયભાઇ રમણીકભાઇ કણજરીયાએ ગઈકાલે
હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બનાવની ફરિયાદનાં આધારે ડમ્પરચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!