હળવદ પંથકમાં ‘તાઉતે’ વાવાઝોડાંએ ખેડૂતોને રાતે પાણીએ રોવડાવ્યાં, તલ, બાજરી, દાડમ, લીંબુ, કેરી વગેરે પાકને મોટું નુકસાન
હળવદ પંથકમાં વાવાઝોડાના કારણે ભારે નુકસાની સર્જી હતી અહીં તલ, બાજરી, દાડમ, લીંબુ, કેરી વગેરે પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન ખેડૂતોને સહન કરવું પડ્યું હતું. વાવાઝોડાના કારણે હળવદ ગ્રામ્ય વિસ્તારમાં માથક, શિવપુર, સાપકડા , ટીકર વગેરે વાડી ખેતરોમાં આવેલ ઉભા પાકને ભારે નુક્સાન થયું હતું. અહીં પવન અને વરસાદને કારણે તલ, દાડમ, લીબુ, કેરી, બાજરીના પાકને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. પાક ખેડૂતોના હાથમાં આવે તે પહેલા વરસાદ અને પવનથી પાક નષ્ટ થઈ ગયો હતો તો અમુક જગ્યાએ બાજરીનો અને તલનો પાક ભારે પવનના કારણે આડો પડી ગયો હતો. આમ, ખેડૂતને વ્યાપક નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો. વાવાઝોડાને કારણે ખેડૂતોને થયેલ નુકસાનનું સર્વેની કામગીરી કરી વળતર ચૂકવવા હળવદ પંથકના ખેડૂતોએ માગ કરી હતી.