મોરબી નગરપાલિકા ચીફ ઓફીસર ગીરીશ સરૈયા ના જણાવ્યા અનુસાર નગરપાલિકા વિસ્તાર માં ફેરી કરતા – પાથરણા પાથરી બેસતા – લારી મારફત ફેરી કરતા ફેરિયાઓ કે જેઓ સરકાર ની “પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મ નિર્ભર નિધિ” યોજના અંતર્ગત બેંક મારફત રૂ.૧૦,૦૦૦/- ની વર્કિંગ કેપિટલ લોન લેવા માંગતા હોય પણ આધારકાર્ડ માં પોતાનો મોબાઈલ નંબર અપડેટ ન હોવાના કારણે પોર્ટલ પર ફોર્મ ભરી શકાયું ન હોય તો તેવા તમામ ફેરિયાઓ ને અધારકાર્ડ અપડેટ કરાવી આપવાની કામગીરી મામલતદાર કચેરી, લાલબાગ, મોરબી ખાતે ચાલુ કરવામાં આવેલ છે જે અંગે આધાર અપડેટ કરાવવા માંગતા ફેરિયાઓ એ નગરપાલિકા ની ખારાકુવા શેરી, ડૉ.ચાત્રોલા ના જુના દવાખાના સામે આવેલ સહયોગ કોમ્પ્લેક્સ માં આવેલ એન.યુ.એલ.એમ. વિભાગ ની ઓફીસ માં પોતાનું નામ લખાવી ત્યારબાદ તમને આપવામાં આવતા સમય પ્રમાણે મામલતદાર શ્રી કચેરી માં જઈ આધાર કાર્ડ અપડેટ કરાવવાનું રહેશે અને આધાર અપડેટ થયા બાદ લોન ફોર્મ ભરાવવાનું રહેશે. તો આ બાબત ની નોધ લઇ તમામ ફેરિયાઓ એ નામ ની નોધણી કરાવી જવા નગરપાલિકાના ચિફ ઓફિસરશ્રી ગીરીશભાઈ સરૈયા દ્વારા જણાવવામાં આવ્યુ છે.