બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી આરતીબેન પ્રવિણભાઇ ફેફર (ઉ.વ.૨૬ ધંધો-નોકરી રહે.ગામ નેસડા સુરજી તા.ટંકારા) એ આરોપીઓ શાહરૂખભાઇ મહેબુબભાઇ વિકીયા, મહેબુબભાઇ અલારખાભાઇ વિકીયા (રહે.બન્ને સરાયા તા.ટંકારા) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીએ ગઈકાલે પોતાનુ એકટીવા સરાયા ગામના પાટીયા પાસે રાખેલ હોય જે લેવા ગયેલ ત્યારે આરોપીઓનું એકટીવા વચ્ચે પડેલ હોય જે આઘુ ખસેડી લેવા કહેતા આરોપીઓને સારૂ નહી લાગતા આરોપીઓએ આવી ફરીયાદીને ગાળો આપી ફરિયાદીને ગાલ ઉપર બે ઝાપટ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવની ફરિયાદનાં આધારે ટંકારા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.