Sunday, December 22, 2024
HomeGujaratમોરબીના હરીપર(કેરાળા) ગામ પાસે છકડો રીક્ષા પલટી મારી કેનાલનાં ખાડામાં ખાબકતા ચાલકનું...

મોરબીના હરીપર(કેરાળા) ગામ પાસે છકડો રીક્ષા પલટી મારી કેનાલનાં ખાડામાં ખાબકતા ચાલકનું મોત

અકસ્માતનાં આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ બસ સ્ટેન્ડ પાછળ વડનગરમાં રહેતા દેવશીભાઈ મેરૂભાઈ ભાડકા (ઉં.વ.૪૩) પોતાની છકડો રીક્ષા જીજે-૧૩-ટી-૬૯૭૯ વાળી લઈને ગત તા.૨૫ ના રોજ હરીપર(કેરાળા) ગામે જીરૂનો તોલ કરવા ગયેલ અને તોલ પૂરો કરી રાત્રીના આશરે સાડા નેવક વાગ્યે હરીપર થી હળવદ આવવા તેની રીક્ષા લઈને નીકળેલ દરમ્યાન હરીપર થી ગાળા વચ્ચે આવેલ કેનાલ પાસે સિંગલ પટ્ટી રોડમાં થોડોક કાચો રસ્તો આવતો હોય ત્યાં આવતા પોતાની રીક્ષા બેદરકારી અને પુર ઝડપે ચલાવતા રીક્ષા પરથી કાબુ ગુમાવતા છકડો રીક્ષા કેનાલના પાણીના ખાડામાં પલટી મારી જતા ચાલક દેવશીભાઈ મેરૂભાઈ ભાડકા રીક્ષા નીચે દબાઈ જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!