ગત તા.૨૬/૦૫/૨૦૨૧ ના કલાક-૦૨/૩૦ વાગ્યાનાં અસરમા વીશીપરા સ્મશાન પાછળ સ્મશાન વાળા મેલડીમાંનાં મંદીરની દાન પેટીનાં રોકડ રૂપિયા આશરે ૨૦૦૦/- ની કોઇ અજાણ્યા બે ઇસમો આશરે ૨૦ થી વર્ષની ઉમરનાં ઇસમોએ ચોરી કરેલ હોય, જે બાબતની મોરબી સીટી બી ડીવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી જે અનુસંધાને એસપી એસ. આર. ઓડેદરાની સુચના, ડીવાયએસપી રાધીકા ભારાઇ પીઆઈ વી.એલ.પટેલનાં માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કવોડનાં પીએસઆઈ એ. એ. જાડેજા તથા સર્વેલન્સ ટીમ બનાવ વાળી જગ્યાનો સી.સી.ટી.વી. ફુટેઝ ચેક કરી તથા હ્યુમન સોર્સનાં માધ્યમથી સી.સી.ટી.સી. ફુટેઝમાં દેખાતા આરોપીનું અધૂરૂ નામ મળી આવેલ જે અધૂરૂ નામ ઇ-ગુજકોપ પોકેટ કોપ એપ્લીકેશનમાં સર્ચ કરી પૂરૂ નામ સરનામું મેળવી આરોપીને હસ્તગત કરી યુક્તિ પ્રવુક્તિ દ્વારા પૂછપરછ કરતા પોતે પોતાનાં મિત્રએ ચોરી કરેલ હોવાની કબુલાત આપતા પોલીસે સુનિલભાઇ ભરતભાઇ અગેચણીયા (ઉ.વ.૨૩ ધંધો મજુરી રહે. વીશીપરા કુલીનગર-૨ મોરબી), નરેશભાઇ જયદેવભાઇ લાંબા (ઉ.વ.૨૨ ધંધો મજુરી રહે. હાલ વીશીપરા ગુલાબનગર હનુમાનજી મંદીર પાસે મોરબી મુળ રહે. વાવડી રોડ ભગવતી પરા મોરબી) વાળાની અટક કરી ચોરીમા ગયેલ રોકડ રૂપિયા ૧૫૫૦/- રિકવર કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે.
આ કામગીરીમાં પીએસઆઈ એ એ જાડેજા, પો.હે.કો. ડી એચ બાવળીયા, બી.આર.ખટાણા, વી એમ ચાવડા, એન એમ ગોસ્વામી તથા પો.કો. રમેશભાઇ રાયધનભાઇ, દેવસીભાઇ ડુંગરભાઇ, ભગીરથભાઇ દાદુભાઇ, શક્તિસિંહ કિશોરસિંહ સહિતનાઓ રોકાયેલા હતા