બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી જુનૈદ હુશેનભાઇ શેરસીયા (ઉવ.૨૪, ધંધો પ્રાઇવેટ નોકરી રહે પચાસર-જુના તા.વાંકાનેર) એ આરોપીઓ મનોજ હીરાભાઇ સરૈયા, મોમલ હીરાભાઇ સરૈયા, હીરાભાઇ સરૈયા (રહે ત્રણેય હશનપર તા.વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે તા.૨૮ના રોજ વાંકાનેરના જેતપરડા ગામની સીમમાં મલ્ટીસ્ટોન પ્રા.લી. કંપનીમાં આરોપી પાણીની બોટલો આપતા હોય તેની ફરીયાદીએ ના પાડેલ હોય જેનો ખાર રાખીને આરોપીઓએ બોલેરો પીકઅપ વાહન તથા મોટર સાયકલ લઇને આવી ફરીયાદીને ગાળો બોલી માથાકુટ ઝઘડો કરી લાકડી તથા લોખંડના પાઇપ વડે ફરીયાદી તથા સાથેના હાર્દીકભાઇ અને રીતેશભાઇને માર મારી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.