Saturday, April 20, 2024
HomeGujaratમોરબીમાં ત્રિપલ સવારી બાઈકને હડફેટે લઈ એકનું મોત નિપજાવનાર કાર ચાલક વિરુદ્ધ...

મોરબીમાં ત્રિપલ સવારી બાઈકને હડફેટે લઈ એકનું મોત નિપજાવનાર કાર ચાલક વિરુદ્ધ નોંધાયો ગુનો

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના અમરેલી ગામની સીમમાં રાજા મિનરલ કારખાના નજીક ત્રણ દિવસ પહેલા રાત્રીના એક કારના ચાલકે ત્રિપલ સવારી બાઈકને હડફેટે લેતા એકનું મૃત્યુ નીપજ્યું હતું જે બાબતે મોરબીના અમરેલી ગામની સીમમાં રહેતા પંકજ વિષ્ણુભાઈ મચાર(ઉ.વ.૧૮)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી મારુતિ સુઝીકી સ્વીફટ કાર નં. જીજે-૦૩-સીઆર-૭૮૦૭ ના ચાલકે પોતાની કાર પુરઝડપે ચલાવી ફરિયાદી પંકજભાઈ તથા તેની સાથે મોટર સાઈકલ ચાલક અનિલભાઈ અને ભરતભાઈ માનસિંગભાઈ પારધી ને મોટર સાઈકલ નં. જીજે-૩૬-એમ-૬૧૪૧ સહીત પાછળથી ઠોકર મારી હડફેટે લઇ પછાડી દઈ ફરિયાદી પંકજભાઈને ઈજા કરી તથા અનિલભાઈને માથામાં ઈજા કરી તથા ભરતભાઈ માનસિંગભાઈ પારધીનું મૃત્યુ નીપજાવી સ્વીફટ કાર બનાવ સ્થળે મૂકી નાશી ગયો હતો. મોરબી તાલુકા પોલીસે બનાવની ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!