મોરબી-માળીયા (મીં) વિસ્તારના જુદા-જુદા ગામો જેવા કે ગાળા, ખાખરેચી, રાપર, મહેન્દ્રનગર, હરિપર (કે.), પીપળીયા ચાર રસ્તા વિગેરે ગામોની પીવાના પાણીની યોજનાઓ અંતર્ગત નવિનીકરણના કામો બાબતે ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પાણી પુરવઠા મંત્રી સમક્ષ રજૂઆત કરતાં નર્મદા કેનાલ આધારિત મહેન્દ્રનગર, પીપળી પાઈપલાઈન, મુખ્ય હેડ વર્કસ, મહેન્દ્રનગર ગામે ૨૦ લાખ લિટર કેપેસિટીનો ભૂગર્ભ સંપ, ઊંચી ટાંકી તેમજ મહેન્દ્રનગર સંપથી ઊંચી ટાંકી માટે રાઈઝીંગ પાઈપલાઈન, ખાખરેચી હેડ વર્કસથી ખાખરેચી ઝોનના ગામોની હૈયાત પાઈપલાઇન બદલવા, પીપળીયા હેડ વર્કસથી પીપળીયા ઝોનના ગામોની પાઈપલાઈન બદલવા વિગેરે કામો માટે અંદાજે રૂ. ૧૯ કરોડના કામો મંજૂર કરવામાં ધારાસભ્ય બ્રિજેશ મેરજાને સફળતા મળી છે. આ જુદા-જુદા ગામોના જુદા-જુદા કામો અંગેનું ટેન્ડર પણ મંજૂર થઈ ગયું છે. ટૂંક સમયમાં એજન્સીને કામોનો વર્ક ઓર્ડર આપી આ કામો અગ્રતાના ધોરણે ચાલુ કરાશે. આમ, મોરબી-માળીયા (મીં) વિધાનસભાના જુદા-જુદા ગામોની પીવાના પાણીની જે મુશ્કેલી હતી તેમાં આ યોજના મંજૂર થતાં એ હળવી થશે અને લોકોને સમયસર અને પૂરતું પીવાનું પાણી ઉપલબ્ધ કરાવી શકાશે.