ટંકારા પોલીસ સ્ટેશનનાં છેતરપીંડી, વિશ્વાસઘાતના ગુનામાં તેમજ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં જુગાર ધારાના એમ બંને ગુનામાં છેલ્લા ૭ માસથી નાસતા ફરતા ત્રણ આરોપીઓને પકડી પાડતી મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમ
મોરબી જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાએ પેરોલ ફર્લો, વચગાળાના તેમજ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા એલ.સી.બી. મોરબીના પોલીસ ઇન્સ્પેકટર વી.બી.જાડેજાને જરૂરી સુચના આપતા તેમનાં માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. મોરબીનાં પીએસઆઈ એન.બી.ડાભીની સુચના મુજબ આજરોજ પેરોલ ફર્લો સ્કવોડના એ.એસ.આઇ. રસિકભાઇ ચાવડા તથા પો.હેડ.કોન્સ. ચંન્દ્રકાંતભાઇ વામજા, જયેશભાઇ વાઘેલા તથા પો.કોન્સ બ્રિજેશભાઇ કાસુન્દ્રાને ખાનગી રાહે બાતમી મળી હતી હતી કે ટંકારા પોલીસ સ્ટેશનનાં છેતરપીંડી, વિશ્વાસઘાતના ગુનાનાં તથા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં ક્રિકેટ સટ્ટાના જુગારના કેસનાં નાસતા ફરતા આરોપીઓ સુરત શહેર ખાતે હોવાની ચોક્કસ હકિકત મળેલ હોય જે હકિકત આધારે પેરોલ ફર્લો સ્કવોડની ટીમ બનાવી સુરત શહેર ખાતે તપાસ કરતા ટંકારા પોલીસ સ્ટેશનનાં છેતરપીંડી, વિશ્વાસઘાતના ગુનાનાં નાસતા ફરતા આરોપીઓ સોહીલ ઇકબાલભાઇ તરખેસા (ઉવ. ૩૦) તથા રજાક ઉર્ફે હકો કરીમભાઇ ચૌહાણ (ઉવ. ૪૮) તથા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં ક્રિકેટ સટ્ટાના જુગારના કેસનાં નાસતા ફરતા આરોપી પારસભાઇ ચંદુભાઇ વસાણી (ઉવ.૪૮) વાળાઓને ઝડપી પાડ્યા હતાં.
આમ ઉપરોકત બંને ગુનાના છેલ્લા ૭ માસથી નાસતા ફરતા ત્રણ આરોપીઓને પકડી પાડી ટંકારા પોલીસ સ્ટેશન તથા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી અર્થે સોંપેલ છે.
આ કામગીરીમાં એલ.સી.બી. મોરબી પીઆઈ વી.બી.જાડેજા, પીએસઆઈ એન.બી.ડાભી, એ.ડી.જાડેજા, એએસઆઇ પોલાભાઇ ખાંભરા, રસિકભાઇ ચાવડા, સંજયભાઇ પટેલ, રજનીભાઇ કૈલા, કૌશીકભાઇ મારવણીયા, પોલીસ હેડ કોન્સ. વિક્રમસિંહ બોરાણા, સંજયભાઇ મૈયડ, ચન્દ્રકાંતભાઇ વામજા, જયવંતસિંહ ગોહીલ, જયેશભાઇ વાઘેલા, સહદેવસિંહ જાડેજા, પોલીસ કોન્સ. બ્રિજેશભાઇ કાસુન્દ્રા ભરતભાઇ મિયાત્રા, અશોકસિંહ ચુડાસમા, સતીષભાઇ કાંજીયા સહિતનાઓ રોકાયેલા હતાં.


 
                                    






