Friday, March 29, 2024
HomeGujaratવાંકાનેર તાલુકાનાં રાતાવીરડા ગામેથી ડિગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો

વાંકાનેર તાલુકાનાં રાતાવીરડા ગામેથી ડિગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો

મોરબી જીલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરા તથા ડીવાયએસપી રાધીકા ભારાઈ દ્વારા જીલ્લામાં ડીગ્રી વગર દવાખાનુ ચલાવતા બોગસ ડોક્ટરોને પકડી પાડવા સુચના કરવામાં આવેલ હોય જે અનુસંધાને વાંકાનેર તાલુકા પોલીસ પ્રયત્નશીલ દરમ્યાન મળેલી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામે બાલાજી મેડીસીન નામના દવાખાનું કોઈપણ જાતની ડીગ્રી વગર આરોપી કનૈયાકુમાર મોતીશાહ ગુપ્તા (ઉ.વ.૨૬, રહે. મૂળ બિહાર હાલ રાતાવીરડા તા. વાંકાનેર) વાળો દવાખાનું ચલાવી બીમાર દર્દીઓની સારવાર કરતો હોય આરોપીને ઝડપી પાડીને પોલીસે એલોપેથીક દવાઓનો જથ્થો કિંમત રૂ. ૩૧,૬૨૪ નો મુદામાલ જપ્ત કર્યો છે. અને આરોપી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisement -
- Advertisement -
- Advertisement -

આ કામગીરીમાં વાંકાનેર તાલુકા પીએસઆઈ આર પી જાડેજા, મયુરધ્વજસિંહ જાડેજા, જુવાનસિંહ ઝાલા, હરિચંદ્રસિંહ ઝાલા, મુકેશભાઈ જીલરીયા, જગદીશભાઈ ગાબુ, અજયસિંહ ઝાલા અને સંજયસિંહ જાડેજા સહિતનાઓ રોકાયેલ હતાં

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!