મોરબી જીલ્લાના સિંચાઈની સુવિધાથી વંચિત ગામોને સિંચાઈની સુવિધા આપવા ઇન્ટરનેશનલ હુમન રાઈટ્સ એસો.નાં જનરલ સેક્રેટરીએ મુખ્યમંત્રીને પત્ર લખી કરી માંગ
મોરબી જીલ્લાના સિંચાઈ સુવિધા વિહોણા ગામોને સિંચાઈની સુવિધા બાબતે સૈદ્ધાંતિક મંજુરી આપવાની માંગ સાથે ઇન્ટરનેશનલ હુમન રાઈટ્સ એસો દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી રજુઆત કરવામાં આવી હતી. ઇન્ટરનેશનલ હુમન રાઈટ્સ એસો.ના અગ્રણી કાન્તિલાલ બાવરવાએ મુખ્યમંત્રીને પત્ર લખી જણાવ્યું છે કે મોરબી-માળિયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજા મોરબી જીલ્લાના સિંચાઈ વિહોણા ગામોને સિંચાઈની સુવિધા મળે તે માટે કાર્યરત છે. જો આ વાત સાચી હોય તો આ વિસ્તારમાં સૌની યોજનાની કેનાલ બનાવવા માટેની સૈધાંતિક મંજુરીના આદેશો તાત્કાલિક બહાર પાડવા માંગ કરી છે. મોરબી જીલ્લાના બાવન ગામો માટે આ એક જીવન મરણ જેવો પ્રશ્ન છે. જો તે આપના દ્વારા મંજુર કરવામાં આવશે તો આ વિસ્તારના ખેડૂતો જિંદગીભર આપના આભારી રહેશે. જેથી વહેલાસર સૈદ્ધાંતિક મંજુરીના આદેશ કરવા રજૂઆત કરવામાં આવી છે.