પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે મેરબી એ ડીવીઝન પોલીસ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન મોરબીના શનાળા બાયપાસ નજીક મુરલીધર હોટલ પાછળ જુગાર રમાતો હોવાની બાતમીનાં પગલે રેઈડ કરી જુગાર રમતા ભુપતભાઈ નાગજીભાઇ વિકાણી (ઉ.વ.૩૨ રહે. શનાળા, મોરબી), મુસ્તાકભાઇ ઇકબાલભાઇ કાદરી (ઉ.વ.૨૧ રહે. પંચાસર રોડ, મોરબી), સલીમ ઉર્ફે ડેનીશ હાજીભાઇ સુમરા (ઉ.વ.૩૫, રહે. પંચાસર રોડ, મોરબી), રફીકભાઇ ઉમરભાઇ શેખ (ઉં.વ.૪૦ રહે. શકત શનાળા, મોરબી) અને પપ્પી નાગજીભાઇ વિકાણી (ઉં.વ.૨૦ રહે. શનાળા, મોરબી) એમ પાંચ ઈસમોને ઝડપી પાડી તેમની પાસેથી રોકડ રૂ.૩૧,૯૦૦ નો મુદામાલ જપ્ત કરી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.