મોરબી જીલ્લામાં ફરજ બજાવતા ત્રણ પીએસઆઇ ની આજે મોડી સાંજે બદલીઓ કરવામા આવી છે જેમાં મોરબી એસપી સુબોધ ઓડેદરા દ્વારા મોરબી સીટી એ ડિવિઝન માં ફરજ બજાવતા વી જી જેઠવાને મોરબી તાલુકા પોલીસ મથકમાં ડી સ્ટાફ પીએસઆઇ તરીકે, વાંકાનેર તાલુકા પોલીસમથકમાં ફરજ બજાવતાં પીએસઆઇ આર પી જાડેજાને મોરબી સીટી એ ડિવિઝન માં અને મોરબી તાલુકા પોલીસમથકમાં ફરજ બજાવતા પીએસઆઇ આર એ જાડેજા ને વાંકાનેર તાલુકા પોલીસમથકમાં બદલી કરવામાં આવી છે.