Friday, March 29, 2024
HomeGujaratઆગામી તા. ૧૧થી તમામ દુકાનો, લારી- ગલ્લાઓ, શોપિંગ કોમ્પલેક્ષ સાંજે ૭ વાગ્યા...

આગામી તા. ૧૧થી તમામ દુકાનો, લારી- ગલ્લાઓ, શોપિંગ કોમ્પલેક્ષ સાંજે ૭ વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે : મુખ્યમંત્રીનો મહત્વનો નિર્ણય

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો. તારીખ ૧૧ જૂન ૨૦૨૧ના સવારે ૬ વાગ્યાથી કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવશે. આ નિયંત્રણો તારીખ ૧૧ જૂનથી ૨૬ જૂન સવારે ૬ વાગ્યા સુધી હળવા કરવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

મુખ્યમંત્રીએ કોર કમિટીની બેઠકમાં કરેલા વધુ અન્ય નિર્ણયો અનુસાર :

• રેસ્ટોરન્ટ અને હોટલ આ સમયગાળા એટલે કે ૧૧ જૂન ૨૦૨૧ થી ૨૬ જૂન ૨૦૨૧ ના સમય દરમિયાન સવારે ૯ થી સાંજે ૭ સુધી તેની બેસવાની ક્ષમતા ના ૫૦ % સાથે ચાલુ રાખી શકાશે. ટેકઅવે રાત્રે ૯ સુધી અને હોમ ડિલિવરી રાત્રે ૧૨ વાગ્યા સુધી થઈ શકશે

• રાત્રી કર્ફ્યુનો અમલ તારીખ 11 જૂન રાત્રે ૯ થી તારીખ ૨૬ જુન ૨૦૨૧ ના સવારે ૬ વાગ્યા સુધીના દિવસો દરમિયાન દરરોજ રાત્રે ૯ થી સવારે ૬ વાગ્યા સુધી કરવાનો રહેશે

• તમામ દુકાનો, વાણિજ્યિક એકમો, લારી-ગલ્લા, શોપિંગ કોમ્પલેક્સ, માર્કેટયાર્ડ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ આ સમયગાળા દરમિયાન સવારે ૯ થી સાંજના ૭ સુધી ચાલુ રાખી શકાશે એટલે કે હાલની સમયમર્યાદામાં ૧ કલાકનો વધારો કરવાનો નિર્ણય મુખ્યમંત્રીએ કર્યો છે.

• વાંચનાલય લાઇબ્રેરી તેની બેઠક ક્ષમતા ના ૫૦ ટકા સાથે અને બાગ બગીચા પણ સવારે ૬થી સાંજે ૭ સુધી આ સમયગાળા દરમિયાન ચાલુ રહેશે.

• જીમ્નેશિયમ ૫૦ ટકા કેપેસિટી સાથે આ સમયગાળા દરમિયાન ચાલુ રાખી શકાશે અને એસ,.ઓ.પી.નું પાલન આવશ્યક રહેશે.

• રાજ્યના જે વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ માટે જરૂરી પરીક્ષાઓ IELTS TOEFLવગેરે આપવાના હોય તેવા વિદ્યાર્થીના હિતને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રીશ્રીએ આ પરીક્ષાઓ એસ.ઓ.પી.ના પાલન સાથે યોજવાની પણ છૂટ આપી છે.

• રાજ્યમાં રાજકીય, સામાજિક (બેસણું) ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો વધુમાં વધુ ૫૦ વ્યક્તિની મર્યાદામાં એસ.ઓ.પી.ના પાલન સાથે આ સમયગાળા દરમિયાન રાખી શકાશે.

• રાજ્યના તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે દર્શનાર્થે ખુલ્લાં રહેશે પરંતુ એક સમયે એક સાથે ૫૦થી વધુ દર્શનાર્થીઓ એકત્રીત ન થાય તેમજ એસ.ઓ.પી.નું પાલન અવશ્યપણે થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે.

• શહેરી બસ સેવાઓ અને એસટી બસ જેવી પબ્લિક બસ સર્વિસ 60% પેસેન્જર ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે.

આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલ, ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકીમ અને મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ કૈલાસનાથન, ગૃહ ના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, મુખ્ય મંત્રી ના અધિક મુખ્ય સચિવ એમ.કે દાસ સહિત વરિષ્ઠ સચિવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!