પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૯નાં રોજ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન મોરબીમાં નાની બજાર ખાતે ઘંટીયાપા શેરીમાં મહાવીર એપાર્ટમેન્ટ સામે જાહેરમાં વર્લી ફીચરના આકડા લખી જુગાર રમતા દિનેશભાઇ ચત્રભુજભાઇ કારીયા(ઉ.વ.૬૧)ને ઝડપી પાડી પોલીસે આરોપી પાસેથી રોકડ રૂ.૫૨૦/- જપ્ત કરી આરોપી વિરુદ્ધ જુગાર ધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.