અકસ્માતનાં આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા મનસુખભાઈ રામજીભાઈ કાવર (ઉ.વ.૫૯) એ આરોપી ક્રેટા કાર નં. જીજે-૩૧-એન-૦૫૬૦ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી ક્રેટા કારનાં ચાલકે ગત તા. ૪નાં રોજ પોતાની કાર હળવદ માળિયા હાઈવે પર પુરઝડપે ગફલતભરી રીતે ચલાવીને કંસારી હનુમાનજીનાં મંદિર પાસે ફરિયાદી મનસુખભાઈના દીકરા જયદીપ (ઉ.વ.૨૭) ના પેશન મોટર સાઈકલ નં. જીજે-૩૬-એ-૦૧૦૪ ને પાછળથી ભટકાડી જયદીપને જમણાં પગમાં ફ્રેકચર તથા શરીરે ઈજાઓ પહોંચાડી છે. હળવદ પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.